જય મુરલીધર,‌જય શ્રી રામ પશુપાલકો થકી પ્રાકૃતિક ખેતી સમગ્ર દેશમાં માં જેમને પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધન ના હિમાયતી તરીકે પોતાની છાપ ઉભી કરી છે એવા ગુજરાત ના રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રત જી ના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર લોકભવન ખાતે પશુપાલકો થકી પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાત ના તમામ દુધ સંઘો ના ચેરમેન શ્રીઓ તથા એમ.ડી.શ્રીઓ‌ સાથે મહત્વ ની બેઠક મળી હતી જેમાં ઉપસ્થિત રહી શ્રી સાવજ જુનાગઢ દુધ સંઘ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ચાલી રહેલાં પ્રોજેક્ટો અંગે માહિતગાર કરી માન.રાજ્યપાલ શ્રી નું મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ્રાકૃતિક ખેતીના વધતા વ્યાપ, ઓર્ગેનિક ઉત્પાદન, બજાર વ્યવસ્થા, પાણી સંચાલન, આધુનિક તકનીકોનો ઉપયોગ તથા સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે માન.રાજયપાલ શ્રી સાથે ચર્ચાઓ કરી હતી. ખેડૂત - પશુપાલકો ની સમૃદ્ધિ જ રાજ્ય અને દેશની સમૃદ્ધિનો આધાર છે — આ ભાવ સાથે માર્ગદર્શન આપતી આ બેઠક અત્યંત પ્રેરણાદાયી રહી. દિનેશભાઈ વી ખટારીયા ચેરમેન શ્રી સાવજ જુનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી